/connect-gujarat/media/post_banners/09adb221e576ffc949fea3ae0aa01e6380b66a108658b68c0d6b162bab866f6e.jpg)
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારી જિલ્લાના બૂથ કાર્યકર્તાઓની બેઠકમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓમાં જોમ ભર્યો હતો. સમગ્ર ગુજરાતમાં બૂથ મેનેજમેન્ટ માટે નવસારી મોડલ લાગુ કરવા અંગે સી.આર.પાટીલ યોજના બનાવી રહ્યા છે.
ગુજરાતની રાજનીતિમાં હવે રંગ ચડી રહ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ બાદ સમગ્ર ગુજરાતમાં બૂથ પ્રમુખ સુધીના માળખાને મજબૂત કરવા માટે કામે લાગ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે નજીકના સમયમાં ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થવાની છે. એ પહેલા સી.આર.પાટીલ તમામ લોકસભા બેઠકો પર બૂથ મેનેજમેન્ટ માટે પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામે બૂથ કાર્યકરો માટે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કાર્યકર્તાઓને બૂથ પર કેવી રીતે મેનેજમેન્ટ કરવું અને લોકોને મતદાન મથક સુધી લઈ જઈ મતો મેળવવા તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર 40 લાખ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 80 લાખ મળ્યા હતા. રેકોર્ડ બ્રેક ભારતીય જનતા પાર્ટીને 1 કરોડ 68 લાખ જેટલા મત મળ્યા હતા. તેમ છતાં 26 વિધાનસભા બેઠકો હારી ગયા હતા. જેનું સી.આર.પાટીલે દુઃખ વ્યક્ત કર્યું હતું.