Connect Gujarat
ગુજરાત

નવસારી : કાલિયાવાડીમાં એપાર્ટમેન્ટના પાંચમા માળની ગેલેરી ધરાશાયી થતાં વાહનોને નુકશાન, મોટી જાનહાનિ ટળી...

કાલિયાવાડી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના પાંચમા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ તૂટી પડતાં નીચે પાર્ક કરેલ વાહનોને મોટું નુકશાન પહોંચ્યું હતું.

X

નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના પાંચમા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ તૂટી પડતાં નીચે પાર્ક કરેલ વાહનોને મોટું નુકશાન પહોંચ્યું હતું.

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલ સોના ચેમ્બર્સ નામના એપાર્ટમેન્ટના પાંચમા માળની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થઈ ધડાકાભેર તૂટી પડ્યો હતો. બનાવના પગલે એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલા કેટલાક વાહનોમાં મોટું નુકશાન થયું હતું. જેમાં 4 બાઈક અને એક કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વહેલી સવારે બનેલી આ ઘટનામાં એપાર્ટમેન્ટ નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. તો બીજી તરફ, નવસારી શહેરમાં અનેક જર્જરિત ઇમારતો આવેલી છે, જેને વહેલી તકે ઉતારી લેવામાં આવે તે માટે પાલિકા દ્વારા જે તે મિલકત ધારકોને અગાઉ નોટીસ પણ આપવામાં આવી છે. તેમ છતાં અનેક એવી જર્જરિત ઇમારતોનો હજી ઉપયોગ થતો હોય જેના કારણે આવા અકસ્માત સર્જાય રહ્યા છે, ત્યારે હવે અકસ્માતને નોતરું આપતા રહીશો આવી જર્જરિત ઇમારતો ઉતારી લે તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story