Connect Gujarat
ગુજરાત

નવસારી : મોબાઈલ ચોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ, 49 મોબાઈલ સાથે 2 શખ્સોની ધરપકડ...

મોબાઈલ ચોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ જેમાં 49 મોબાઈલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

મોબાઈલ ચોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ

49 મોબાઈલ સાથે 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ

ઝારખંડ-બિહાર-બાંગ્લાદેશમાં થતું મોબાઈલનું વેંચાણ

નવસારી જિલ્લા પોલીસે મોબાઈલ ચોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં 49 મોબાઈલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા મોબાઈલ ચોરીનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. અલગ અલગ જિલ્લામાંથી ચોરાયેલા કુલ 49 મોબાઈલ સાથે પોલીસે ઝારખંડના સુધીરકુમાર મણિદાસ અને ભાગલપુર બિહારના બબલુકુમાર પપ્પુ શાહની ધરપકડ કરી છે.

પોલીસે કુલ રૂ. 6.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ચીખલી ડેપો નજીકથી ઝડપી પાડ્યા હતા. જોકે, ઝડપાયેલા આરોપીઓ સાથે 3 સગીરો પણ કાયદાના સકંજામાં આવ્યા છે. આ આરોપીઓ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરાયેલા મોબાઇલ ફોનને ઝારખંડ અને બિહાર જેવા રાજ્યોમાં લઈ જઈ ત્યાંથી બાંગ્લાદેશ સુધી મોકલતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મોબાઈલ ચોરીનું આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવતા પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધારને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Next Story