Connect Gujarat
ગુજરાત

નવસારી : છેલ્લાં 3 દિવસથી છવાયો છે વરસાદી માહોલ, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ સ્ટેન્ડ બાય રખાય...

ગુજરાતમાં આજે 2 જિલ્લા નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે,

X

દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ગુજરાતમાં આજે 2 જિલ્લા નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભારે વરસાદના પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 3 જિલ્લા સુરત, ડાંગ અને તાપીમાં ભારે પણ વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે નવસારી શહેર તથા જિલ્લામાં છેલ્લાં 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદની આગાહીના પગલે નવસારી જિલ્લામાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ગત મોડી રાત્રે નવસારી ખાતે NDRFની ટીમ આવી પહોંચી હતી, જે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પણ તમામ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થયું છે.

Next Story