Connect Gujarat
ગુજરાત

નવસારી : જલાલપોરના કરાડી ગામે દીપડાએ કર્યો બકરાઓ પર હુમલો, જુઓ “LIVE” દ્રશ્યો...

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામે દીપડાએ ચારો ચરતા બકરાઓ પર હુમલો કરી એક બકરીને ગળેથી દબોચી લીધી હતી

X

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામે દીપડાએ ચારો ચરતા બકરાઓ પર હુમલો કરી એક બકરીને ગળેથી દબોચી લીધી હતી, ત્યારે દીપડાના હુમલાની ઘટના કેમેરામાં કેદ થતા પંથકમાં ભયનો માહોલ છવાયો છે, જ્યારે વન વિભાગે પાંજરુ ગોઠવી દીપડાને કેદ કરવા કવાયત હાથ ધરી છે.

નવસારી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાઓ આતંક મચાવી રહ્યા છે. દીપડાનો આતંક વધતાં નવસારી જિલ્લાના વિવિધ તાલુકામાં વન વિભાગે જુદા જુદા ગામે પાંજરા ગોઠવ્યા છે. આ વચ્ચે નવસારીના જલાલપોર તાલુકામાંથી પણ દીપડાનો આતંક સામે આવ્યો છે. જલાલપોર તાલુકાના કરાડી ગામમાં પશુપાલકની નજર સામે જ દીપડાએ બકરીનો શિકાર કર્યો હતો. પશુપાલક શિમાડા વિસ્તારમાં પોતાના બકરા ચરાવવા ગયો હતો, તે ગયેલ દરમ્યાન અચાનક જ એક કદાવર દીપડો ઝાડીમાંથી કુદીને બકરાઓ ઉપર કર્યો હુમલો. જેમાં ચારો ચરતી એક બકરીને ગળામાં પકડી દીપડાએ તેનું મારણ કર્યું હતું. જોકે, દીપડાના હુમલાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા પંથકમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ, ગામના મહિલા સરપંચે વન વિભાગને જાણ કરતા વન અધિકારીઓએ પાંજરુ ગોઠવવાની કવાયત હાથ ધરી છે.

Next Story