નવસારી : બોરસી ગામ દરિયાના પાણી પ્રવેશતા સ્થાનિકોને હાલાકી,પ્રોટેક્શન વોલના અભાવે વધી સમસ્યા

દરિયા કિનારે કરંટ વધતા મોટા મોજા ઉછળ્યા અને દરિયા કિનારાને અડીને આવેલા બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતા લોકોની સમસ્યા વધી

New Update
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

  • દરિયામાં કરંટ વધતા ઉછળ્યા મોજા

  • દરિયાના પાણી કિનારાના ગામમાં પ્રવેશ્યા

  • વાસી અને બોરસી ગામમાં સર્જાઈ મુશ્કેલી

  • સ્થાનિકોએ પ્રોટેક્શન વોલની કરી માંગ 

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી અને બોરસી ગામમાં દરિયાના પાણી ફરી વળતા સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે,જ્યારે દરિયા કિનારે પ્રોટેક્શન વોલની માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે,સાથે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે.જોકે બીજની ભરતીને પગલે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી અને બોરસી ગામના દરિયા કિનારે કરંટ વધતા મોટા મોજા ઉછળ્યા હતા.અનેદરિયા કિનારાને અડીને આવેલા બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે લોકોની સમસ્યા વધી છે.

ગામમાંદરિયાનાપાણી પ્રવેશ કરતા લોકો ભયના નેજા હેઠળ જીવી રહ્યાં છે.ગામમાં પાણી ઘુસી જતા ગ્રામજનો દુવિધાઅનુભવી રહ્યાછે. ખારા પાણી ગામમાં આવતા ખેતીને નુકસાન ઉપરાંત તળાવનાં પાણી પણ ખારા થયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.વધુમાં ગામના અસ્તિત્વ સામે મોટા સવાલો ઉભા થતા સ્થાનિકો સંરક્ષણ દીવાલની માંગ કરી રહ્યા છે.