નવસારી લોકસભા-ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે 72 ગામોમાં બાઇક રેલી યોજી જંગી ચૂંટણી પ્રચાર કર્યો...

નવસારી લોકસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ દ્વારા ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો

New Update
નવસારી લોકસભા-ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે 72 ગામોમાં બાઇક રેલી યોજી જંગી ચૂંટણી પ્રચાર કર્યો...

નવસારી લોકસભા-ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ

ઉમેદવાર સી.આર.પાટીલે 72 ગામોમાં કર્યો ચૂંટણી પ્રચાર

ભવ્ય બાઇક રેલી યોજી લોકોને મત આપવા અપીલ કરી

સી.આર.પાટીલે દાંડીમાં ગાંધીજીની પ્રતિમાને પ્રણામ કર્યા

મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિતિ

નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ દ્વારા નવસારી તેમજ જલાલપુર વિધાનસભાના 72 ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આજથી ત્રીજા તબક્કાના પ્રચાર માટે નવસારી તેમજ જલાલપુર વિધાનસભા બેઠકમાં આવતા 72 ગામોમાં પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી. મરોલી ચાર રસ્તાથી શરૂ થયેલી બાઈક રેલી સાંજે મંદિર ગામમાં પૂર્ણ થઈ હતી.

આ રેલી દ્વારા નવસારી લોકસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ દ્વારા ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો હતો. સી.આર.પાટીલ સાથે ધારાસભ્ય આર.સી.પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો રેલીમાં જોડાયા હતા. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાટીલની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ સી.આર.પાટીલે દાંડી ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પ્રણામ કરી રેલીને અન્ય ગામ તરફ વાળી હતી.

Latest Stories