/connect-gujarat/media/post_banners/c6cd100007fc05286c4155188f43570c53800ed51d93c95d1d30b64ccbd28364.jpg)
નવસારી જિલ્લાના મરોલી રેલ્વે સ્ટેશન ખાતે પ્રેમી સાથે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઘાયલ પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના મરોલીના ડાલકી ગામની 20 વર્ષીય યુવતીને તેના જ ગામમાં રહેતો યુવાન બાસીત મલેક કસ્તુરબા આશ્રમ નજીકથી જબરદસ્તી કરીને તેના સાથે લઈ ગયો હતો, જ્યાંથી મરોલી રેલ્વે સ્ટેશન ખાતે ફૂટ ઓવર બ્રિજ પર બન્ને વચ્ચે લગ્નની વાતને લઈને ઝઘડો થયો હતો. જોકે, યુવતીએ બાસીત મલેક સાથે સબંધ તોડવાની વાત કરતા બાસીતે યુવતીને ધક્કો માર્યો હતો. જે બાદ યુવતી ફૂટ ઓવર બ્રિજના દાદર પરથી નીચે પટકાઈ હતી. જેમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાય હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું, ત્યારે યુવતીના મોતના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી પ્રેમી બાસીત મલેકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.