/connect-gujarat/media/post_banners/ecb583e8f55b8f44ee8afef3f9777a62e42766ccab03ff5957f6cdbf4d32056e.jpg)
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામના કલિયારી-રૂમાલ મુખ્ય રોડ પર આવેલી 7થી વધુ દુકાનના તાળા તૂટતાં ચકચાર મચી જવા પામી છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામના કલિયારી-રૂમાલ મુખ્ય રોડ પર આવેલી 7થી વધુ જુદી જુદી દુકાન તસ્કરોના નિશાને ચઢી હતી. તસ્કરોએ તાળા અને દરવાજા તોડી દુકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ અને માલ-સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સાથે જ તસ્કરોની કરતૂતના પુરાવા ન મળે તે માટે CCTV કેમેરાનું DVR પણ સાથે લઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ચીખલી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસને વેગ આપ્યો હતો. પોલીસે રોડ પર લાગેલા અન્ય CCTV ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, અવાર નવાર બનતી ચોરીની ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ લોકોએ સવાલ ઉઠાવ્યા છે.