Connect Gujarat
ગુજરાત

નવસારી: અફઘાનિસ્તાનમાંથી નાદરખા ગામના વાતની પરત ફર્યા, જુઓ શું કહ્યું ત્યાંની પરિસ્થિતી અંગે

અફઘાનિસ્તાનમાંથી નવસારીના વાતની પરત ફર્યા, પરિવારજનોએ અનુભવ્યો હાશકારો.

X

અફઘાનિસ્તાનની વિકટ પરિસ્થિતીમાંથી નવસારીના વાતની તેમના હગારે પરત ફરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.

અફઘાનિસ્તામાં હાલ પરિસ્થિતિ વિકટ બની છે, અને ઠેરઠેર અરાજકતા જોવા મળી રહી છે ત્યારે અફઘાનિસ્તાનમાંથી ગુજરાતમાં વતન પરત ફરેલા મનુભાઈ પટેલે ખુશી વ્યક્ત કરી હતી જ્યારે પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લેતા હાશકારો અનુભવ્યો હતો. નવસારીના નાદરખા ગામના વતની અને કાબૂલ યુએસ એમ્બેસીમાં કામ કરતા મનુભાઇ વતન પરત ફર્યા છે.

મનુભાઇ વતન પરત ફરતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. પરત ફરેલા મનુભાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમે એમ્બેસીમાં કામ કરતા લોકોમાં ખૂબ ડરમાં હતા, અમને બહારની પરિસ્થિતના કોઈ સંર્પક સાંધી શકતા નહોતા, માત્ર સમાચાર એજન્સીઓના સહારેજ બધી પરિસ્થિતિથી વાકેફ બન્યા હતા. અમે કાબૂલમાંથી બહાર આવ્યા પરતું સ્થાનિકોમાં ખુબ જ ડર ફેલાયેલાો છે, એ કહે છે કે આ પરિસ્થિતિ અમારા માટે બહુ જ ખરાબ છે અમે લોકો આગળ શું કરીશું અમારુ શું થશે.એવું કહેતા હતા.

Next Story