નવસારી : સાયકલિંગ પ્રત્યે લોકોને જાગૃત કરવા સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા યોજાય નાઈટ સાયકલિંગ...

આજની ભાગદોડવાળી જિંદગીમાં લોકો પાસે પોતાની તંદુરસ્તી માટે સમય નથી રહ્યો તેવામાં નવસારીના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

New Update
નવસારી : સાયકલિંગ પ્રત્યે લોકોને જાગૃત કરવા સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા યોજાય નાઈટ સાયકલિંગ...

આજના વ્યસ્તતાભર્યા સમયમાં લોકો પોતાની તંદુરસ્તી ઉપર ધ્યાન આપી સ્વસ્થ બને અને કસરત તેમજ સાયકલિંગ પ્રત્યે જાગૃત થાય તે હેતુસર નવસારી સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા નાઈટ સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજની ભાગદોડવાળી જિંદગીમાં લોકો પાસે પોતાની તંદુરસ્તી માટે સમય નથી રહ્યો તેવામાં નવસારીના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. નવસારી સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા નાઈટ સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ બાળકો અને યુવાનો નાઈટ સાયકલિંગમાં જોડાયા હતા. આજના સમયમાં જ્યારે વ્યસ્તતા વચ્ચે લોકો પોતાની તંદુરસ્તી ઉપર ધ્યાન નથી આપતા તેવામાં લોકો સ્વસ્થ બને અને કસરત તેમજ સાયકલિંગ પ્રત્યે જાગૃત થાય તે હેતુસર નાઈટ સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારીના સાયકલિસ્ટોએ નાઈટ સાયકલિંગમાં ઉત્સાહભેર ભાગ લઈ સમાજમાં સારો દાખલો બેસાડવાનો ઉત્તમ પ્રયાસ કર્યો હતો.

Latest Stories