નવસારી : NRI યુવાન દારૂના નશામાં બન્યો છાટકો, 5થી વધુ વાહનોમાં નુકશાન પહોચાડતા પોલીસે કરી ધરપકડ...

જુનાથાણા વિસ્તારમાં ગત રાત્રિ દરમ્યાન દારૂના નશામાં છાટકા બનેલા NRI યુવકે 5થી વધુ વાહનોમાં પોતાની કાર અથડાવી નુકશાન પહોચાડ્યું હતું,

New Update
નવસારી : NRI યુવાન દારૂના નશામાં બન્યો છાટકો, 5થી વધુ વાહનોમાં નુકશાન પહોચાડતા પોલીસે કરી ધરપકડ...

નવસારી શહેરના જુનાથાણા વિસ્તારમાં ગત રાત્રિ દરમ્યાન દારૂના નશામાં છાટકા બનેલા NRI યુવકે 5થી વધુ વાહનોમાં પોતાની કાર અથડાવી નુકશાન પહોચાડ્યું હતું, ત્યારે આ મામલે પોલીસે વિવાનાટા એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય નૈસાર ઝવેરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

નવસારી શહેરના જુનાથાણા વિસ્તારમાં આવેલ ખત્રીવાડ નજીક ગત રાત્રી દરમિયાન દારૂ ઢીચીને કાર ચલાવતા એક ઇસમે 2 ફોર વ્હીલર અને 3 ટુ-વ્હીલર વાહનોને અડફેટે લઈ નુકશાન પહોચાડ્યું હતું. અકસ્માત સર્જનાર બલેનો કારનો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, ત્યારે આ ઘટના બાદ બલેનો કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સામાં પોલીસે નવસારીના વિવાનાટા એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય નૈસાર ઝવેરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, NRI આરોપી નૈસાર ઝવેરી ઓસ્ટ્રેલીયાના વેસ્ટ સિડનીમાં સ્થાયી થયો છે, જે ગત રાત્રિના સમયે મિત્રો સાથે દારૂ પીધા બાદ ઘરે જવા નીકળ્યો હતો, ત્યારે આ ગંભીર અકસ્માત સર્જ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Advertisment