Connect Gujarat
ગુજરાત

નવસારી : સુઠવાડ ગામેથી ગેરકાયદે એક્સ્પ્લોઝિવ રાખનાર શખ્સની SOG પોલીસે કરી ધરપકડ...

જીલેટીન સ્ટિક અને ડીટોનેટર કવોરી ઉદ્યોગમાં બ્લાસ્ટિંગ માટે વપરાતા હોય છે,

X

નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમને ગત રોજ બાતમી મળી હતી કે, નવસારીના ચીખલી તાલુકાના સુંઠવાડ ગામે પટેલ ફળિયામાં રહેતા 34 વર્ષીય બળવંત પટેલના ઘરે એક્સ્પ્લોઝિવનો જથ્થો છે. જેને આધારે SOG ની ટીમે સુંઠવાડ બળવંતના ઘરે પહોંચી, છાપો મારતા 8 જીલેટીન સ્ટિક અને 4 ડીટોનેટરનો જથ્થો મળી આવ્યો હતો.

જીલેટીન સ્ટિક અને ડીટોનેટર કવોરી ઉદ્યોગમાં બ્લાસ્ટિંગ માટે વપરાતા હોય છે, ત્યારે ગેરકાયદે રાખેલ એક્સ્પ્લોઝિવને ધ્યાને લઇ પોલીસે બળવંત પટેલની એક્સ્પ્લોઝિવ એક્ટની ધારા હેઠળ ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી 8 જીલેટીન સ્ટિક અને 4 ડીટોનેટર, 1 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 6,280 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચીખલી પોલીસે બળવંત વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.

Next Story