/connect-gujarat/media/post_banners/4f0acb4bbc7a3cc4f5ddd4badf0bb0bd2946b79b203ed37520c82f3db260660f.webp)
વાંસદાના કોંગ્રેસનાં ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલામાં આજરોજ પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનોએ ઇજાગ્રસ્ત ધારાસભ્યની મુલાકાત લઈ તેઓના ખબર અંતર પૂછ્યા હતા અને હુમલો ભાજપ પ્રેરિત હોવાના આક્ષેપ કર્યા હતા.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક ઈસમો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગાડીમાંથી તેમની ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને આંખના ભાગે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલે કહ્યું હતું કે, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય કેટલાક ગુંડાતત્વોએ મને રોકી હુમલો કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ અને રીંકુ નામના ઈસમે હુમલો કર્યો હોવાનો ધારાસભ્યનો આક્ષેપ છે.
ધારાસભ્ય પર હુમલાના પગલે પ્રદેશ કોંગ્રેસનાં અમિત ચાવડા અને સુખરામ રાઠવા સહિતના આગેવાનોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અનંત પટેલના ખબર અંતર પૂછ્યા હતા॰વાંસદાના કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે કૉંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે,આદિવાસીના પ્રશ્નોને લઈને સતત લડાઈ લડતા ગુજરાતના યુવાન ધારાસભ્યની વધતી જતી પ્રતિષ્ઠાથી બોખલાઈને ભાજપાના લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે સાથે જ આગેવાનોએ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/07/13/ayiojjbn-2025-07-13-13-56-46.jpeg)