નવસારી : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલ-મરોલીનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો...

શાસ્ત્રી એમ.કે.આર.વશી હાઇસ્કૂલની સ્થાપના વર્ષ 1925માં કરવામાં આવી હતી, ત્યારે આ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • મરોલીની શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલ ખાતે આયોજન

  • શાળાના શતાબ્દી મહોત્સવની કરવામાં આવી ભવ્ય ઉજવણી

  • કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સી.આર.પાટીલના હસ્તે શાળાના પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરાયું

  • મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ અસરદાર વક્તવ્ય આપ્યું 

Advertisment

નવસારી જિલ્લાના મરોલી સ્થિત શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલના શતાબ્દી મહોત્સવની કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

નવસારી જિલ્લાના મરોલી શહેરમાં આવેલ શાસ્ત્રી એમ.કે.આર.વશી હાઇસ્કૂલની સ્થાપના વર્ષ 1925માં કરવામાં આવી હતીત્યારે આ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો.

આ સાથે જ સી.આર.પાટીલના હસ્તે શાળાના નવા પુસ્તકાલયનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલના શતાબ્દી મહોત્સવમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈમોટીવેશનલ સ્પીકર જય વસાવડાશાળા પરિવારવિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories