લીંબુનુ દરરોજ સેવન કરવાથી તે અનેક રોગ સામે આપણને લડવાની શક્તિ આપે છે પરંતુ નવસારી જીલ્લામાં પણ લીંબુના વધતાં જતાં ભાવોને લઇને ગ્રાહકોની સાથે સાથે ખેડૂતોની હાલત પણ કફોડી કરી છે. આ છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં રહેતા પારસ દેસાઈ જે વર્ષોથી લીંબુની ખેતી કરે છે. વર્ષોથી લીંબુનો પાક સારો રહે છે અને ભાવો પણ સારા મળે છે.લીંબુની ખેતીમાં વધારે પડતી મહેનત કરવી નથી પડતી અને લીંબુના પાકને પાણી પણ પંદર દિવસે જ આવવાનું હોય છે જેને લઇને લીંબુની ખેતી તરફ અનેક ખેડૂતો વળ્યા છે..
પરંતુ છેલ્લા બે વર્ષથી લીંબુની ખેતી પર જાણે ગ્રહણ લાગી હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન દિવસે અને દિવસે વધતું જાય છે જેને લઇને લીંબુમાં ભારે નુકસાની જોવા મળી રહી છે લીંબુમાં પાકમાં થિપ્સ અને મિલિબર્ગ નામના રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. જેને લઇને ઉત્પાદન પર એની અસર જોવા મળી રહી છે છેલ્લા બે વર્ષમાં ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક તરફ ખેડૂતોને ઉત્પાદન ઘટી રહ્યું છે તો બીજી તરફ ભાવો પણ નથી મળી રહ્યા વેપારીઓ ખેડૂતો પાસે એક કિલો લીંબુ 120 રૂપિયાથી લઈને દોઢસો રૂપિયા સુધી ખરીદી કરે છે તો બીજી તરફ છૂટક બજારોમાં આજ લીંબુ ની કિંમત 300 રૂપિયાથી પણ વધુ માં વેચે છે જેથી કરીને ખેડૂતો પોષણક્ષમ ભાવો મળે એવી આશા સરકાર પાસે લગાવી રહ્યા છે.