Connect Gujarat
ગુજરાત

નવસારી : પાલિકાની મધુર જળ યોજના બની "કડવી", યોજના પાછળ કરોડો રૂપિયાનું આંધણ

નવસારીના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અમલમાં મુકવામાં આવેલી મધુર પાણી યોજના હવે લોકો માટે કડવી બની ચુકી છે....

X

હવે વાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હોમટાઉન નવસારીની.. નવસારીના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અમલમાં મુકવામાં આવેલી મધુર પાણી યોજના હવે લોકો માટે કડવી બની ચુકી છે....

નવસારીના તમામ લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા ૭ વર્ષ પહેલા બનાવવામાં આવેલું પાલિકા તળાવ શહેરીજનોની તરસ છીપાવવા ના બદલે વિવાદોનું ઘર બન્યું છે. તળાવ પાછળ અત્યાર સુધી ખર્ચવામાં આવેલાં કરોડો રૂપિયા પાણીમાં ગયાં હોવાની બુમો ઉઠી છે. નવસારી-વિજલપોર પાલિકાએ જીયુડીસીને 35 કરોડ રૂપિયાની મધુર જળ યોજનાની કામગીરી સોંપી હતી. આ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા તળાવમાંથી પીવાનું શુદ્ધ પાણી લોકો સુધી પહોંચાડવા પાલિકા નિષ્ફળ સાબિત થઈ છે.૨૦૦૫ની સાલમાં વિજલપોર નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું એ સમયે શહેરમાં મીઠું પાણી પહોંચી રહે એ માટે 10 એમએલડી સુધી નો પ્લાન્ટ તળાવમાં મૂકવાની યોજના હતી. પાંચ વર્ષ વીતી ગયા હોવા છે જીયુડીસી દ્વારા કામ અધૂરું રખાતા શુદ્ધ પાણી લોકો સુધી પહોંચી શક્યું નથી. આ મુદ્દે પૂર્વ વિપક્ષી સભ્યો પણ પાલિકા ની કામગીરી પણ સવાલો ઉભા કરી રહ્યાં છે.

આ તો થઈ માત્ર એક તળાવની વાત પરંતુ વિજલપોર શહેરમાં આવેલાં અન્ય તળાવોની પરિસ્થિતિ પણ ખરાબ છે. વિજલપુર ઝોન ઓફિસ પાસે 60 લાખ રૂપિયાના ખર્ચે ગામ તળાવ નું નિર્માણ કરવામાં આવ્યું અને આ તળાવનું નિર્માણ કરવાની પાછળનો હેતુ એ હતો કે વિજલપુરની જનતાને વરસાદી પાણી સંગ્રહિત કરી પીવા અને અન્ય ઉપયોગો માટે પાણી પૂરું પાડવામાં આવે. વરસાદી પાણીની લાઇનો પણ તળાવમાં ઉતારવામાં આવી પરંતુ આ જ દિવસ સુધી આ તળાવમાં એક ટીપું પણ પાણી સંગ્રહિત થઈ શક્યું નથી પાલિકાએ પાંચ વર્ષમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી અનેકવાર કામ હાથ પર લીધું પરંતુ નક્કર કામગીરીનો અભાવ ચોક્કસ પડે આ તળાવમાં પણ જોવા મળે છે.

તરસ્યાને પાણી આપવું એ આપણા દેશની પરંપરા છે પરંતુ સત્તાના નશામાં મશગુલ પાલિકાના સત્તાધીશો નક્કર કામગીરી કરવામા સદંતર નિષ્ફળ સાબિત થયા હોવાની ફરિયાદો ઉઠી છે. પાંચ વર્ષથી યોજનાનું અમલીકરણ પણ થઈ શક્યું નથી જેને લઇને શહેરમાં પીવાના પાણીને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા છે.

Next Story