નવસારી: ચીખલીમાં ત્રણ શખ્સોએ યુવાનને આંતરી લોખંડના પાઇપથી હુમલો કરતા મોત નિપજયુ

ચીખલી તાલુકાના થાલા ગામના કોલેજ સર્કલ પાસે અજાણ્યા ઈસમોએ યુવાનની સરા જાહેર હત્યા કરી ફરાર થઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
નવસારી: ચીખલીમાં ત્રણ શખ્સોએ યુવાનને આંતરી લોખંડના પાઇપથી હુમલો કરતા મોત નિપજયુ

નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામના કોલેજ સર્કલ પાસે અજાણ્યા ઈસમોએ યુવાનની સરા જાહેર હત્યા કરી ફરાર થઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

નવસારીના ચીખલી નજીકના થાલા ગામે ચીખલીની વસુધારા માર્ગ પર નહેર નજીક નિવૃત્ત ASIના પુત્ર ઉપર ત્રણ અજાણ્યા ઈસમોએ પ્રાણઘાતક હુમલો કરતા તે લોહી લુહાણ થયો હતો. જેને પોલીસે હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો, પણ સારવાર મળે એ પૂર્વે તેનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ચીખલી દોડી આવ્યાં હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હમલાખોરોનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામે શિવેચ્છા સોસાયટીમાં રહેતો વિનલ પટેલ ગત રાતે 8 વાગ્યા આસપાસ પોતાની મોપેડ લઈને કોલેજ સર્કલ નજીક આવેલી નહેર પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન એક દૂધ વહન કરતી બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેને આંતરી અચાનક લોખંડના પાઇપ વડે પ્રાણઘાતક હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી ડઘાઈ ગયેલા વિનલે બચવાનો પ્રયાસ કર્યો, પણ તેનો પગ ભેરવાઈ જતા જમીન પર પડ્યો હતો. જે બાદ હુમલાવરો તેના ઉપર તૂટી પડ્યા હતા. જેથી તેને ફ્રેકચર થયું હતું, જ્યારે હુમલાથી બચવાના પ્રયાસમાં વિનલના માથાના પાછળના ભાગે ઈજા થતા લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ચીખલી પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક દોડતી થઈ હતી. હુમલાવરો ભાગવાની જલ્દબાજીમાં ઘટના સ્થળે પોતાની બાઈક મુકી ગયા હતા. આ વચ્ચે પોલીસે પોતાના વાહનમાં જ ગંભીર રીતે ઘવાયેલાં વિનલ પટેલને ચીખલી રેફરલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. પરંતુ સારવાર મળે એ પૂર્વે જ વિનલનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જેથી પોલીસે મૃતદેહને પીએમ રૂમમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment