નવસારી : ચીખલી પો.સ્ટેશનમાં બે શકમંદ આરોપીઓએ વાયરથી ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનની કામગીરી શંકાના ઘેરામાં આવી ચુકી છે અને પોલીસ સામે આદિવાસી સમાજમાં ઉકળતો ચરૂ જોવા મળી રહયો છે.

નવસારી : ચીખલી પો.સ્ટેશનમાં બે શકમંદ આરોપીઓએ વાયરથી ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
New Update

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનની કામગીરી શંકાના ઘેરામાં આવી ચુકી છે અને પોલીસ સામે આદિવાસી સમાજમાં ઉકળતો ચરૂ જોવા મળી રહયો છે. તેનું કારણ છે પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના મોત....

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશને બુધવારે વહેલી સવારથી જ ભારે ચહલપહલ જોવા મળી રહી છે. કારણકે ચોરીના બે શકમંદોએ કોમ્યુટર રૂમમાં વાયરનો પંખા સાથે ફંદો બનાવી સાગમટે આત્મહત્યા કરી લીધી છે. ત્રણ દિવસ પહેલા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં રહેતા રવિ જાદવ અને સુનિલ પવાર ને ચીખલી પોલીસ મિલકત અંગે ચોરીના કેસમાં પુછપરછ માટે લાવી હતી. ત્રણ દિવસથી ચીખલી પોલીસ સ્ટેશનમાં રહેલાં બંને યુવાનોના મોત થતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ છે.

બુધવારે વહેલી સવારે ઘટનાની જાણ PSOને જાણ થઈ હતી. તેમણે બનાવ અંગે ઉપરી અધિકારીઓને માહિતી આપી હતી. મીડિયા ને અંદર જવા માટે પ્રતિબંધ ફરવામી દેવામાં આવ્યો હતો ત્યારથી જ ચીખલી પોલીસની કામગીરી શંકા જન્માવે એવી બની છે. જોકે પોલીસે JFMC કોર્ટેની પેનલ દ્વારા તપાસ કરાવીને સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ શકમંદોને આટલા દિવસો સુધી ગેરકાયદે રાખી શકાય ખરા એ પ્રશ્ન પણ ઉભા થઇ રહ્યા છે. આવો સાંભળીએ એસપી શું કહી રહયાં છે.

ચીખલી પોલીસ સ્ટેશનના કોમ્યુટર રૂમમાં સીસીટીવી કેમેરા લાગ્યા નથી જે પણ શંકા ઉપજાવે છે. જ્યારે અન્ય રૂમોમાં કેમેરા લાગેલાં છે. બંને યુવાનોએ જે રૂમમાં સીસીટીવી ન હતાં તે રૂમમાં જ કરેલો આપઘાત પોલીસની કામગીરીને શંકાને દાયરામાં લાવી રહયો છે. પોલીસ સ્ટેશનના અન્ય સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસવમાં આવે તો સમગ્ર ઘટના પરથી પદડો ઉંચકાઇ શકે છે. હાલ તો પોલીસ અકસ્માત મોતનો જ બનાવ માની રહી છે. પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આદિવાસી સમાજમાં ઉકળતો ચરૂ છે.

#Navsari #suicide #hanging #Two suspects #Chikhli police station
Here are a few more articles:
Read the Next Article