નવસારી જિલ્લાના ચીખલી ખાતે મહારાષ્ટ્રીયન સમાજમાં ઉજવાતો હલ્દી-કંકુનો પારંપરિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ધર્મપત્ની સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નવસારી જિલ્લાના ચીખલી ખાતે હલ્દી-કંકુના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, ત્યારે હલ્દી-કંકુનો પારંપરિક કાર્યક્રમ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં આ વર્ષે આ કાર્યક્રમ લોકસભા ચૂંટણીને લઈને મહત્વનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપ પાર્ટી માટે મહિલાઓ વર્ષોથી કમિટેડ વોટર તરીકે રહી છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ મહારાષ્ટ્રીયન પરિવારો વિજલપોર શહેરમાં રહે છે. પણ આ વિસ્તારથી દુર આદિવાસી વિસ્તાર ચીખલીમાં સૂચક રીતે કાર્યકમ યોજાયો હતો. ચીખલી તાલુકાના મુખ્ય મથકને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા દત્તક લેવાયેલ ગામ છે. જેમાં વિકાસ કરી સી.આર.પાટીલે આદર્શ ગામ બનાવ્યું છે. આ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહી હતી. સુરત-લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ કાર્યક્રમના મહેમાન બન્યા હતા. સ્ટેજ પરથી સંબોધન કરતાં સાંસદ સી.આર.પાટીલે કાર્યક્રમમાં હાજર તમામ બહેનોને અયોધ્યા લઈ જવાની ખાતરી આપી હતી.