નવસારી વાંસદા પોલીસે 4 કલાક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 1200 લોકોને બચાવ્યા

નવસારીના વાંસદામાં પડેલ ભારે વરસાદના પગલે આંકડા ધોધ જોવા આવેલ 1200 જેટલા સહેલાણીઓ પાણીમાં ફસાયા હતા જેઓને વાંસદા પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત રીતે બચાવ્યા હતા

New Update

નવસારીના વાંસદામાં પડેલ ભારે વરસાદના પગલે આંકડા ધોધ જોવા આવેલ 1200 જેટલા સહેલાણીઓ પાણીમાં ફસાયા હતા જેઓને વાંસદા પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત રીતે બચાવ્યા હતા

નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદમાં વાંસદા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી. અંતરિયાળ વાંગણ ગામમાંથી 1200 થી વધુ પ્રવાસીઓને વાંસદા પોલીસે સુરક્ષિત બચાવ્યા હતા. ગામમાં આવેલ પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ત્યારે ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 1200 થી વધુ સહેલાણીઓ અટવાયા હતા.ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજિત 100 જેટલી ફોરવીલર અને 120 જેટલી ટુ-વ્હીલર બાઈક સહિત બે વર્ષના નાના બાળકો અને 75 વર્ષ નાં સિનિયર સિટીઝનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.વાંસદા પોલીસે જીવના જોખમે ચાર કલાક સુધી તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

Latest Stories