/connect-gujarat/media/post_banners/09a0386302b4a45828b2a67286ff9e42a422b51d9f7e85be735f392f5aa1f0ea.webp)
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરી એકવાર લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે સાંજના સમયે લોકોએ ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. અંદાજે સાંજે 6.19 કલાકે નવસારીની ધરા ધ્રુજી ઉઠી હતી. 2.3ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉકાઈથી 40 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં નોંધાયું હતું. જોકે, વાંસદા પંથકમાં છેલ્લા એક મહિનામાં સતત ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.