દમણમાં છવાયો દેશભક્તિનો રંગ
નૌકાદળ દ્વારા દેશભક્તિ કાર્યક્રમ
ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશપ્રેમના ગીતોની પ્રસ્તુતિ
સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો કાર્યક્રમ
સ્થાનિકો અને પ્રવાસીઓએ કાયર્ક્રમમાં લીધો ભાગ
કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દરિયા કિનારે લાઈટ હાઉસ પાસે ભારતીય નૌકાદળ દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા અને સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે બેન્ડની સુરાવલી સાથે દેશભક્તિના ગીતની સુંદર પ્રસ્તુતિ કરી હતી.
દમણના દરિયાકિનારે લાઈટ હાઉસ પાસે ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિથી ભરપૂર સંગીત કાર્યક્રમ રજૂ કર્યો હતો. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નૌકાદળના જવાનોએ 15મી ઓગસ્ટની ઉજવણી અને ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશપ્રેમના ગીતો પ્રસ્તુત કર્યા હતા.
દરિયાની લહેરો સાથે ગુંજતા બેન્ડના મધુર સ્વરોએ દેશપ્રેમનો જુસ્સો જગાવ્યો હતો.વિવિધ દેશભક્તિપૂર્ણ ધૂનને ઉપસ્થિત લોકોએ તાળીઓથી વધાવી લીધી હતી.
મોટી સંખ્યામાં દમણના સ્થાનિક નાગરિકો અને પર્યટકો કાર્યક્રમમાં જોડાયા હતા. દરિયાકાંઠાની સુંદર પૃષ્ઠભૂમિ અને લાઈટ હાઉસની રોશનીમાં યોજાયેલ આ પ્રસ્તુતિ યાદગાર બની હતી. નૌકાદળના જવાનોની શિસ્ત અને સંગીત કૌશલ્યે દર્શકોને પ્રભાવિત કર્યા હતા.