સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી આફત સામે લોકો ઝઝૂમી રહ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતમાં પૂરની સ્થિતિમાં NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવેલી છે.
ગુજરાતમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર ભારે પુરુષાર્થ કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી આફત સામે લોકો ઝઝૂમી રહ્યા છે. જેનું ઉદાહરણ મધ્ય ગુજરાતમાં જોવા મળ્યું હતું. વડોદરા સ્થિત નેશનલ ડિઝાસ્ટર રેપીડ ફોર્સની છ નંબરની બટાલિયને જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે સંકલન કરી હતી.જેમાં રાજપીપળા હેલીપેડ ખાતે ફસાયેલા ૪ લોકોને મધરાતે પાણીમાંથી ઉગાર્યા હતા. આ ટીમે વડોદરાના જૂના કોટ વિસ્તારમાં કરજણ નદીના કાંઠે ફસાયેલા ૯ લોકોને ધસમસતા પૂરમાંથી સહી-સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ અભિયાન મોડી રાત્રે બે વાગ્યે પૂર્ણ થયું હતું.