Connect Gujarat
ગુજરાત

“નવો ટ્રેન્ડ” : ગીર સોમનાથના ઉનામાં થઇ ઓનલાઇન સગાઈ, કન્યા અને મુરતિયો રહે છે કેનેડામાં...

આજના ઇન્ટરનેટના યુગમાં અશક્ય બાબતો પણ શક્ય થતી હોય છે, ત્યારે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વસવાટ કરતા આહીર પરિવારની...

X

આજના ઇન્ટરનેટના યુગમાં અશક્ય બાબતો પણ શક્ય થતી હોય છે, ત્યારે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વસવાટ કરતા આહીર પરિવારની... આ પરિવારની દિકરી કેનેડા અભ્યાસ અર્થે હોય અને તેની સગાઇ કેનેડા સ્થિત આહીર યુવાન સાથે નક્કી થઇ છે. જોકે, આ યુવતીની સગાઇ ઓનલાઇન નક્કી થઈ હતી, અને શાસ્ત્રોક્ત વિધિ ઉનામાં કરવામાં આવી હતી.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રહેતા રામશીભાઇ તથા નયનાબેન વાળાની પુત્રી નીશી વર્ષ 2023ના અભ્યાસ અર્થે કેનેડા ગઈ છે, જ્યારે વેરાવળ તાલુકાના ભાલકા ગામના આહીર અગ્રણી ભગાભાઇ તથા હંસાબેન સોલંકીનો પુત્ર રાકેશ વર્ષ 2020થી કેનેડામાં જોબ કરે છે. બન્ને પરીવારને છેલ્લા ઘણા સમયથી પારીવારીક સંબધો હોય, અને બન્ને પરીવારે તેમના પુત્ર-પુત્રીની સગાઇ નક્કી કરી છે. સગાઈ નક્કી કર્યા બાદ કન્યા અને મુરતીયાને કેનેડાથી ભારત બોલાવવા માટે સમય અને પૈસા પણ ખર્ચાય છે, ત્યારે આજના ઇન્ટરનેટના યુગમાં પરિવારે ઓનલાઇન સગાઇ કરવાનું નક્કી કર્યું હતું. બ્રાહ્મણ પાસેથી તારીખ જોવડાવી સગાઇ નક્કી થતાં યુવતીના મામા કિશોર લાખણોત્રાના ઘરે સ્ક્રીનમાં કેનેડાથી નિશી તેમજ રાકેશ ઓનલાઇન જોડાયા અને પારંપારીક રીતે સમાજના અગ્રણી, સગા-વહાલા તેમજ સ્નેહીજનો ઓનલાઈન સગાઈમાં ઉપસ્થિત રહ્યા હતા.

જોકે, બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધી સાથે કેનેડા સ્થિત યુવક-યુવતીની સગાઈ કરવામાં આવી હતી. ઓનલાઈન સગાઈમાં 50થી વધુ લોકો ઉપસ્થિત રહી કન્યા અને મુરતીયાને આર્શીવાદ આપ્યા હતા. આમ કન્યા અને મુરતીયો કેનેડામાં અને સગાઇ વિધી ઉનામાં સંપન્ન કરવામાં આવી હતી. આ રીત-રીવાજોને ધ્યાનમાં રાખી ઓનલાઇન સગાઇમાં આહીર સમાજ પારંપારીક સંસ્કૃતી જળવાય રહે તે માટે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ યુવક અને યુવતીને ઓનલાઇન આર્શીવાદ પણ પાઠવ્યા હતા. સામાન્ય રીતે સગાઇ અને લગ્ન પ્રસંગોમાં પારીવારીક હસી મજાક મસ્તી થતી હોય છે, ત્યારે પારીવારીક મજાક મસ્તી પણ ઓનલાઇન જોવા મળી હતી.

Next Story