/connect-gujarat/media/media_files/2024/12/12/4ibT1gZNq21xGbHhOJEI.jpg)
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA દ્વારા પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે,જેમાં અમદાવાદના સાણંદમાંથી એક શકમંદની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે જોડાયેલા વ્યક્તિઓને કટ્ટરપંથી બનાવવાના મામલે ચાલી રહેલી તપાસ અંતર્ગત આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં NIAની ટીમે મોડી રાતથી કાર્યવાહી શરૂ કરી હતી.અને મદરેસામાં કામ કરતા આદીલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે તાર જોડાયેલા હોવાની શંકા આધારે તપાસ ચાલી રહી છે.
ગુજરાત, જમ્મૂ-કાશ્મીર, અસમ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં શંકાસ્પદ ઠેકાણાઓ પર NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.આ અભિયાન આતંકવાદી દુષ્પ્રચારના પ્રચાર અને ચરમપંથી ગતિવિધિઓનો સામનો કરવાના પ્રયત્નો પર કેન્દ્રિત હોવાનું જાણવા મળ્યું છે.