Connect Gujarat
ગુજરાત

નીતિન પટેલે આપ્યું "રાજીનામું" : પ્રદેશ ડેલિગેટ્સથી ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો…

ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટો જોવા મળી રહ્યો છે. જેનું સૌથી વધુ નુકસાન કોંગ્રેસમાં થતું હોય તેવું જોવા મળી રહ્યું છે.

નીતિન પટેલે આપ્યું રાજીનામું : પ્રદેશ ડેલિગેટ્સથી ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો…
X

ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટો જોવા મળી રહ્યો છે. જેનું સૌથી વધુ નુકસાન કોંગ્રેસમાં થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ઘણા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાલ પક્ષપલટો અથવા રાજીનામું તરફ વળી રહ્યા છે. જેમાં વધુ એક નામ ઉમેરાયું છે. અમદાવાદ શહેર કોંગ્રેસના નેતા નીતિન પટેલે રાજીનામું આપ્યું છે.

અમદાવાદ શહેર કોંગ્રેસના નેતા નીતિન પટેલ વર્ષ 2017માં કોંગ્રેસના નારણપુરા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, જ્યાં તેઓને 41 હજાર મત મળ્યા હતા. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે રાજીનામું આપીને કોંગ્રેસને પડતા પર પાટું માર્યું જેવી હાલત કરી છે. કોંગ્રેસમાં હજુ ઉમેદવારોની પહેલી યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસ ના ડેલીગેટ પ્રદેશના પુર્વ મંત્રી નીતિન પટેલે રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે. આજે અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેમણે અન્ય કોંગ્રેસના નેતાઓની જેમ અહીં રાજીનામું પોતાનું રાજીનામું આપવાનું કારણ ક્યાંય ઉલ્લેખ્યું ન હતું. જોકે, અહીં ચાલતા પૂર્વાનુમાનનું માનીએ તો તેઓ હવે કોંગ્રેસમાં રહેવા માગતા ન હતા અને આગામી સમયમાં પક્ષ સાથેની કોઈ કામગીરીમાં જોડાવા માગતા ન હતા. અહીં એ પણ જાણવા જેવું છે કે, ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરંપરાગત બેઠક એવી અમદાવાદની નારણપુરા બેઠક પરથી તેઓ અગાઉ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પંજા હેઠળ ચૂંટણી લડી ચુક્યા છે. આ બેઠક પરનું પરિણામ પણ લોકો જાણતા જ હશે તેવું માનવમાં આવે છે.

Next Story