Connect Gujarat
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો પ્રજાસત્તાક પર્વનો ઉમંગ અને ઉલ્લાસ

અરવલ્લી જિલ્લામાં 26મી જાન્યુઆરીની ઉજવણી બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયું પાટણમાં જામ્યો દેશભકિતનો માહોલ

X

ભારત દેશ તેના 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહયો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉમંગ અને ઉલ્લાસ જોવા મળ્યો.ભારત દેશ વર્ષો સુધી બ્રિટીશરોની ગુલામીની ઝંઝીરોમાં કેદ રહયો હતો. અનેક નામી અને અનામી સ્વાતંત્રય સેનાનીઓની લડત અને બલિદાન થકી દેશને મહામુલી આઝાદી અપાવી છે.

આજે ભારત પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહયું છે ત્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ સહિતના જિલ્લાઓમાં ઠેર ઠેર ધ્વજવંદન સમારંભ યોજવામાં આવ્યાં હતાં. દેશની આન- બાન અને શાન સમાન તિરંગાને સલામી આપવામાં આવી હતી.

Next Story