સુરેન્દ્રનગર : પૂર્વ પરવાનગી વગર ધરણા પ્રદર્શન કે, 4થી વધુ વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવતું તંત્રનું જાહેરનામું

કચેરીના પરિસરથી 100 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કર્યા બાદ સભા/સરઘસ/સૂત્રોચ્ચાર કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

author-image
By Connect Gujarat Desk
Surendranagar Collector Office
New Update

સુરેન્દ્રનગર જિલ્લાના જાહેર સ્થળોએ પરવાનગી વગર ધરણારેલીસરઘસની ઘટનાઓ વારંવાર બનવા પામે છે. જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણીરજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઈરાદાથી જિલ્લા સેવા સદન તથા અન્ય સરકારી કચેરીના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા રસ્તા પર પ્રતીક ઉપવાસઆમરણાંત ઉપવાસ અને ભૂખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વીપણે આયોજન કરી કચેરીઓમાં તેમજ જાહેરમાર્ગ પર અવરોધ સર્જે છે.

જેના પરિણામે કચેરીઓમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે અસુવિધા સર્જાય છેતેમજ કચેરીની તેમજ કચેરીમાં કામ કરતા કર્મચારીઓની કામગીરીને પણ અસર પહોંચે છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ જાહેર વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણેસુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૨/૦૮/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પૂર્વ પરવાનગી સિવાય રાજ્ય સરકારના વિભાગો હસ્તકની કેતેના તાબાની તમામ કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકના જાહેર સાહસોની કેતેમના તાબાની તમામ કચેરીઓ ખાતે તથા કચેરીઓના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ પાસેના મુખ્ય રોડ/જાહેરમાર્ગ પર ઉપવાસઆમરણાંત ઉપવાસધરણાં/ભુખ હડતાળ પર બેસવા કે4 કરતાં વધુ માણસો એકત્રિત થવા કે કચેરીના પરિસરથી 100 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કર્યા બાદ સભા/સરઘસ/સૂત્રોચ્ચાર કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિઓલગ્નના વરઘોડા તથા સ્મશાન યાત્રાનેસક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્સા તરીકેની પરવાનગીનેસરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કેઅભિયાન અંતર્ગત કરવામાં આવતા આયોજનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ અથવા મદદગીરી કરનાર ઇસમો ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

#જાહેરનામું #Surendranagar Collector Office #ગુનો દાખલ #સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article