Connect Gujarat
ગુજરાત

તારીખ 7મી મે મતદાનના દિવસે ગુજરાતમાં જાહેર રજા, સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો

દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. સાત તબક્કામાં મતદાન યોજાશે

તારીખ 7મી મે મતદાનના દિવસે ગુજરાતમાં જાહેર રજા, સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો
X

દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. સાત તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે. એને લઈને ગુજરાત સરકારે 7 મેના રોજ રજા જાહેર કરી છે. આ રજા પેઇડ રજા રહેશે. લોકપ્રતિનિધિ અધિનિયમ, 1951ની 135(B)(1)ના આદેશથી સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પેઇડ હોલીડે લાગુ પડશે. નોટિફિકેશન મુજબ, પેઇડ હોલીડેનો લાભ લોકસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ લોકસભા મતવિસ્તારની બહાર કામ કરતા હોય. લોકસભાની 26 બેઠક ઉપરાંત ગુજરાત વિધાનસભાની 26-વિજાપુર, 108-ખંભાત, 136-વાઘોડિયા, 85-માણાવદર અને 83-પોરબંદર એમ પાંચ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીનું મતદાન પણ 7 મેના રોજ છે. આ દિવસે સરકારે પેઇડ હોલીડે જાહેર કર્યો છે.

Next Story