Connect Gujarat
ગુજરાત

શ્રાવણના ચોથા દિવસે સોમનાથ મહાદેવને બોરસલ્લીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો

X

શિવ ભક્તોનો સૌથી પ્રિય મહિનો શ્રાવણ પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશ-વિદેશથી ભક્તો "જય સોમનાથ, હર હર મહાદેવ" ના નાદ સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો પ્રત્યેક દિવસે મહાદેવના વિશેષ શૃંગારના દર્શન કરી ધન્ય થઈ રહ્યા છે.

શ્રાવણ સુદ ચોથ ના દિવસે સોમનાથ મહાદેવને બોરસલ્લી દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. પ્રકૃતિમાં અલભ્ય સ્વરૂપમાં મળતી બોરસલ્લી ની વનસ્પતિ કઈ રીતે ઉગે છે? તે કોઈ જાણી શકતું નથી. જે રીતે સનાતન ધર્મ પણ આદિ અને અનંત છે. તેનો કોઈ પ્રારંભ કે કોઈ અંત નથી એટલે જ તેને સનાતન કહેવામાં આવે છે. સનાતન ધર્મના પ્રતિક સ્વરૂપે સોમનાથ મહાદેવને બોરસલ્લી શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના આ અલૌકિક શૃંગારના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા.

Next Story