Connect Gujarat
ગુજરાત

ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદીએ જંગી જાહેરસભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા અનેક પ્રહાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદી ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી રહ્યા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી તેઓ ગુજરાતના પ્રવાસે છે.

ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદીએ જંગી જાહેરસભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા અનેક પ્રહાર
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે જામનગરના જામકંડોરણામાં વિશાળ જનસભા સંબોધી હતી જેમાં તેઓએ વિકાસની વાત સાથે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદી ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી રહ્યા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી તેઓ ગુજરાતના પ્રવાસે છે.આજે છેલ્લાં દિવસે તેઓએ જામનગરના જામકંડોરણામાં વિશાળ જનમેદનીને સંબોધી હતી. જ્યાં તેઓએ કોંગ્રેસને લઇને ભાજપના કાર્યકર્તાઓને ચેતવતા કહ્યું કે, 'મારે ભાજપના કાર્યકર્તાઓને ચેતવવા છે, મને દૂરથી બધું જ દેખાય છે, હું દિલ્હીથી આખો ખેલ જોઈ રહ્યો છું આથી મારે મારા ભાજપના કાર્યકરોને ચેતવવા છે. આ વખતે કોંગ્રેસ કોઈ સભાઓ નથી કરતી, કોઈ પત્રકાર પરિષદ નથી કરતી, એણે નવી ચાલાકી કરી છે. બોલવું નહીં, ચૂપચાપ ગામડે-ગામડે જઈ વોટ માંગી રહ્યાં છે અને ખાટલા સભાઓ કરીને કહી રહ્યાં છે કે એક વાર વોટ આપી દો અને આટલું જ નહીં હોબાળો કરવાનો કૉન્ટ્રાક્ટ બીજાને આઉટસોર્સ કરી દીધો છે.'PMએ કહ્યું કે, 'અહીંયા રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર કેટલાંય સાથીઓ સુરત, ભરૂચ, દહેજ, અંકલેશ્વરથી કનેક્ટ થઇ ગયા, પહેલાં સુરત-ભરૂચ જવું હોય તો બે રાત રોકાવું પડતું ને આજે સવારે નીકળો સાંજે રોરોમાં પાછો આવો, કામ પતાઇને ઘરે પાછા આવી જાઓ.'

Next Story