શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તો શિવભક્તોના હર હરના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યુ.

અમાસ પર્વે 28 ધ્વજાપુજા, 37 સોમેશ્વર મહાપુજા, અને 1013 શિવભક્તો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી

શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તો શિવભક્તોના હર હરના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યુ.
New Update

અમાસ પર્વે 28 ધ્વજાપુજા, 37 સોમેશ્વર મહાપુજા, અને 1013 શિવભક્તો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી હતી.

શ્રાવણ માસ ના અંતિમ દિવસે સવાલક્ષ બિલ્વપૂજા ની ફળદાન વિધિ યોજાયેલ હતી, જેમાંં માસ પર્યન્ત ભુદેવો દ્વારા જે બિલ્વપત્રો સોમનાથ મહાદેવને ચડાવવામાં આવેલા હોય તે પુજાના યજમાનશ્રીઓ ને આશિર્વચન ફળદાન યોજાયેલ હતુ, આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઇ દેસાઇ ઉપસ્થીત રહેલ અને તમામ યજમાનશ્રીઓને આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રાવણ પર્વે ગુજરાત રાજ્યના મંત્રી મનિષાબેન વકીલે પરીવાર સાથે સુવર્ણકળશ પુજા કરી હતી, અને પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલ એ ધ્વજાપુજા કરી ધન્ય બન્યા હતા.

દિવસ પર્યન્ત 28 ધ્વજારોપણ થયા હતા, 37 જેટલા પરિવારો નૂતન શરૂ થયેલી સોમેશ્વર મહાપુજા કરી ધન્ય બન્યા હતા, 1013 ભક્તો એ 21,273 યજ્ઞ આહુતી સોમનાથ મહાદેવને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સાંજે 7-00 સુધીમા 40,000 થી વધુ શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનેલા હતા.

આજરોજ અમરનાથ શૃગાર અને અન્નકુટ શૃંગાર કરવામાં આવેલ જેમના દર્શન થી ભક્તો ધન્ય બન્યા હતા.આજે મહામૃત્યુંજય યજ્ઞ નુ બિડુ હોમવામાં આવેલ જેમાં ટ્રસ્ટી જે ડી પરમાર, સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ, સોમનાથ સુરક્ષા ડિવાયએસપી એમ એમ પરમાર સહિત શિવભક્તો ઉપસ્થીત રહ્યા હતા.

#Gujarat #ConnectGujarat #Somnath Temple #Shravan #Shiva #resounded
Here are a few more articles:
Read the Next Article