વિશ્વ ચકલી દિન નિમિતે જાણો, ભાવનગરના રાજવી અને ચકલીનો ઇતિહાસ

આજે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ચકલીઓ વર્ષો થી મનુષ્ય સાથે જોડાયેલી છે એટલે જ આપણે ચકલી શબ્‍દથી પરિચીત છીએ.

New Update
વિશ્વ ચકલી દિન નિમિતે જાણો, ભાવનગરના રાજવી અને ચકલીનો ઇતિહાસ

આજે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ચકલીઓ વર્ષો થી મનુષ્ય સાથે જોડાયેલી છે એટલે જ આપણે ચકલી શબ્‍દથી પરિચીત છીએ. અગાઉ ઘરમાં અવાર-નવાર જોવા મળતું પક્ષી હતું. પરંતુ આજે ભાગ્‍યે જ જોવા મળતું પક્ષી છે. ત્યારે ભાવનગર રાજવી પરિવાર અને ચકલી પણ એક ઇતિહાસ છે ઇતિહાસ કાર કમલેશભાઈ બારોટ જણાવ્યું કે રાજસ્થાનથી સૌરાષ્ટ્રમાં આવીને ગોહિલવાડની સ્થાપના કરનાર રાજવીને માં ખોડલનું વચન હતું કે તે ચકલી રૂપે રાજાના ભલા પર બિરાજમાન થશે.

ત્યારે ભાવનગરમાં આજે પણ ખોડીયાર માં ના આશીર્વાદ રજવાડા ઉપર રહ્યા છે. ત્યારે હાલમાં તાજેતરમાં થોડા વર્ષ પહેલાં એક ધાર્મિક કાર્યક્રમમાં યુવરાજ જયવીરરાજસિંહજી ધાર્મિક કાર્યક્રમમાં પધાર્યા હતા. ત્યારે તેમના માથા ઉપર ચકલી આવીને બેસી ગઈ હતી. જે ઘટના કેમેરામાં કેદ થઈ હતી. આથી ઇતિહાસકારો આ બાબતને જરૂર માને છે કે માં ખોડીયાર ચકલી સ્વરૂપે આજે પણ રજવાડાના માથે બેસીને આશીર્વાદ આપી રહ્યા છે. રજવાડાના માથા કે શરીરના ભાગે બેસીને માતાજી આશીર્વાદ આપવાની ઘટનાને જોવામાં આવે છે.

Latest Stories