Connect Gujarat
ગુજરાત

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી : સારા ભાવોથી પ્રેરાઇ અમરેલી જિલ્લાના ખેડૂતોએ વાવેતર તો કર્યું, પણ..!

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર તો કર્યું હતું.

X

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર તો કર્યું હતું. પણ કરમની કઠણાઈ છે કે, ડુંગળીની નિકાસબંધીના કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

અમરેલી જિલ્લાના ખેડૂતોની દશા કફોડી થઈ હોય, ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. ભાવનગરની મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીના કારણે ઠપ્પ થઈ જતાં ખેડૂતો જાયે તો જાયે કહાં જેવો ઘાટ ઘડાયો છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે. તો બીજી તરફ ખેડૂતોને કાળી મજૂરી કરીને પકવેલા પાકોના પોષણક્ષમ ભાવો નથી મળતા. ગરીબોની ગણાતી કસ્તુરી ડુંગળીના જ્યાં જુઓ ત્યાં ઢગલે ઢગલા ખેતર વાડીઓમાં એમનેમ પડ્યા છે. 1 વિઘે 25 હજાર જેવો ખર્ચ કરીને પકવેલ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે અમરેલી જિલ્લામાં ડુંગળીની ક્યાંય હરાજી થતી ન હોવાથી ખેડૂતોને ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડમાં ડુંગળી વેચવા જવું પડતું હોય, ત્યારે ડુંગળી પર સરકાર દ્વારા નિકાસબંધી લાદી દેતા ગંભીર દહેશત વચ્ચે ખેડૂતો હૈયા વરાળ ઠાલવી રહ્યા છે.

અમરેલી જિલ્લામાં ધાવરિયા ડુંગળીનું વાવેતર થાય છે, અને આ ડુંગળી કાઢવાની મજુરી જ રૂ. 40 હજાર આસપાસની ખેડૂતોએ ચૂકવી દીધી છે. ખેડૂતોને ડુંગળીમાં ગયા વખતે સરકાર દ્વારા 1થી 2 રૂપિયા જેવી સહાય આપવામાં આવી હતી. પણ બજારમાં ડુંગળીના ભાવો હાલ નિકાસબંધીના કારણે સાવ તળિયે જતાં ખેડૂતોને ખર્ચ પણ નીકળે નહીં તેવી શક્યતાઓ સેવાય રહી છે. કેટલાક ખેડૂતોની ડુંગળી નિકાસબંધી લાગી તે દિવસથી જ ભાવનગરની મહુવા યાર્ડમાં પડી રહેતા તેમના જીવ અધ્ધર થઈ ગયા છે.

જોકે, ખેડૂતોને ડુંગળીની ખેતીમાં 1 વિધે 25થી 30 હજારનો ખર્ચ થાય છે, ત્યારે ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ગાડી અને કોથળા ભરીને પહોંચાડવાની મજૂરીમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ રૂ. 18 હજાર જેટલો થાય છે, ત્યારે છેલ્લા 3 દિવસથી ડુંગળીઓ ઉગી ગઈ હોય, તેવામાં નિકાસબંધીનો ફટકો કમરતોડ પડે અને ભાવોમાં પણ કસર ન મળવાની ભીતી વચ્ચે અમરેલી જિલ્લાના ખેડૂતોની દશા બેહાલ થઇ છે.

Next Story