રાજ્ય સરકારનો નિર્ણય; રવિવારના રોજ માત્ર વેપારીઓ અને કર્મચારીઓને મળશે વેક્સીન

15 ઓગસ્ટ સુધી વેપારીઓને ફરજિયાત રસીકરણ, રવિવારે વેપારી, કોમર્શિયલ એકમોને જ રસી આપશે.

New Update
રાજ્ય સરકારનો નિર્ણય; રવિવારના રોજ માત્ર વેપારીઓ અને કર્મચારીઓને મળશે વેક્સીન

સરકારે રાજ્યમાં 15 ઓગષ્ટ સુધી વેપારીઓને ફરજિયાત રસીકરણ કરવા આદેશ કર્યો છે. આ આદેશના કારણે રાજ્યના વેપારીઓમાં રસીકરણ માટે દોડધામ જોવામાં મચી છે ત્યારે સરકારે રવિવારના રોજ માત્ર વેપારી અને કોમર્શિયલ એકમોને જ રસી આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં એક બાજુ રસીનું પૂરતા પ્રમાણમાં સ્ટોક નથી તેવા સમાચાર સામે આવે છે. તો બીજીબાજુ શહેરમાં એક તરફ પૂરતા પ્રમાણમાં વેપારીઓનું રસીકરણ થયુ નથી. હજુ 50 ટકા રસીકરણ બાકી છે ત્યારે સરકારે જાહેર કર્યું છે રાજ્યમાં જે વેપારીઓએ 15 ઓગસ્ટ સુધી રસીકરણ નહિ કર્યું હોય તે લોકોને ફરજિયાત પણે તેમના ધંધા બંધ રાખવા પડશે તેવા આદેશના કારણે રાજ્યના વેપારીઓમાં રસીકરણ માટે દોડધામ જોવામાં મચી છે, ત્યારે અફરાતફરી વચ્ચે સરકારે રવિવારે માત્ર વેપારી અને કોમર્શિયલ એકમોને જ રસી આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આમ જનતા માટે રસીકરણ બંધ રહેશે.

રાજ્યના અલગ અલગ જિલ્લાના મ્યુનિ. તંત્ર દ્વારા અગાઉ પણ નિશ્ચિત સેન્ટરો પર માત્ર વેપારીઓ અને કોમર્શિયલ એકમના કર્મચારીઓના એકમોના કર્મચારીને રસીકરણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ રાજ્યના વેપારી વર્ગોમાં થોડી આળસ જોવા મળી હતી. જેમાં 15મી જુલાઈ સુધી માત્ર 20494 કેટલાક વેપારી તેમજ કોર્મશિયલ વર્ગના વેપારી રસીકરણ કરાવ્યું હતું.

સરકાર અને સ્થાનીય તંત્રનો પ્રયત્ન છે કે કોરોનાની પ્રથમ લહર અને બીજી લહેરમાં અનેક વેપારીઓ અને ફેરિયાઓ સુપર સ્પ્રેડર બન્યા હતા તેથી જો ત્રીજી લહેર આવે તો આગમચેતીના ભાગરૂપે દરેક વેપારીને ફરજિયાત વેક્સીન લેવાનો આદેશ આપ્યા છે.

Latest Stories