ગુજરાતના 160થી વધુ ખરીદ કેન્દ્રો પર 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ : કૃષિમંત્રી રાઘવજી પટેલ

સમગ્ર ગુજરાતમાં આગામી તા. 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે પ્રારંભ કરવામાં આવનાર છે, 

New Update
Advertisment
  • રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થશે

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હિંમતનગર ખાતેથી કરાવશે શુભારંભ

  • 160થી વધુ ખરીદ કેન્દ્રો પર 3.33 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી

  • ઓનલાઇન નોંધણી માટે તા. 10મી નવેમ્બર છે અંતિમ દિવસ

  • રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ આપી વિસ્તૃત માહિતી

Advertisment

સમગ્ર ગુજરાતમાં આગામી તા. 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે પ્રારંભ કરવામાં આવનાર છેત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આગામી તા. 11મી નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેથી ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3.33 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. 1,356,60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કેએક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4 હજાર કિ.ગ્રા એટલે કે200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશેજે અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ ખેડૂત જોગ વિસ્તૃત માહિતી આપી હતી.

Latest Stories