Connect Gujarat
ગુજરાત

નડિયાદના પ્રખર સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીનું 97 વર્ષની વયે નિધન, આજે કરવામાં આવશે અંતિમ સંસ્કાર....

નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કારધામના સ્થાપક અને પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થતાં નડિયાદ સહિત જિલ્લાભરમાં શોકની લાગણી ફેલાઈ છે.

નડિયાદના પ્રખર સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીનું 97 વર્ષની વયે નિધન, આજે કરવામાં આવશે અંતિમ સંસ્કાર....
X

નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કારધામના સ્થાપક અને પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થતાં નડિયાદ સહિત જિલ્લાભરમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના પાર્થિવદેહને બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પૂ.ડાહ્યાભાઈ શાસ્ત્રીની વિદાયથી નડિયાદ સહિત ગુજરાત રાજ્યને એક ઉમદા સંસ્કૃત વિદ્ધાનની કાયમી ખોટ પડી છે. પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥ ૐ શાંતિ...!'

ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની વયે અવસાન થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, 'સંસ્કૃતના પ્રખર વિદ્વાન, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરું છું. તેમના નિધનથી ગુજરાતે અને દેશે સંસ્કૃત ભાષાના શિક્ષણ અને વ્યાપ માટે અમૂલ્ય યોગદાન આપનાર અને સંસ્કૃત ભાષારૂપી વિરાસતનું કાળજીપૂર્વક સંવર્ધન કરનાર રત્નને ખોયા છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનો તથા અનુયાયીઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ॐ શાંતિ.'

Next Story