Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરાના કેવડીયા ગામ નજીકથી કન્ટેનરમાં બાંધીને કતલખાને લઈ જવાતા 55 ગૌવંશોને બચાવી લેવાયા...

ગોધરાના કેવડીયા ગામ પાસે તાલુકા પોલીસ મથક અને પ્રાણી ફાઉન્ડેશનના ગૌરક્ષકોની ટીમ દ્વારા 55 જેટલા ગૌવંશોને બચાવી લેવામાં ભારે સફળતા મળી છે.

પંચમહાલ : ગોધરાના કેવડીયા ગામ નજીકથી કન્ટેનરમાં બાંધીને કતલખાને લઈ જવાતા 55 ગૌવંશોને બચાવી લેવાયા...
X

પંચમહાલ જિલ્લાના ગોધરાના કેવડીયા ગામ પાસે તાલુકા પોલીસ મથક અને પ્રાણી ફાઉન્ડેશનના ગૌરક્ષકોની ટીમ દ્વારા 55 જેટલા ગૌવંશોને બચાવી લેવામાં ભારે સફળતા મળી છે. આ ગૌવંશો કતલખાને જવાના ઈરાદે કન્ટેનરમાં ભરીને લઈ જવાતા હતા. પોલીસે ગૌવંશોને બચાવીને પાજરાપોળ ખાતે લઈ જવાયા હતા. આ મામલે ગોધરા પોલીસ દ્વારા ગુનો નોંધીને એક ઈસમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યુ છે. ડીવાયએસપી તરીકે એન.વી.પટેલ દ્વારા ચાર્જ સંભાળતા તેમને ગોવંશની હેરાફેરી પકડી પાડવામા મોટી સફળતા મળી છે. જેમાં ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈ પી.કે.અસોડા તેમજ તેમની ટીમ કેવડીયા ગામ ચેકપોસ્ટ પાસે હતા. તે સમયે રાજસ્થાન પાર્સિગનું એક કન્ટેનર આવતા તેની તપાસ કરતા જેમા 55 જેટલા ગૌવંશોને ક્રુરતાપૂર્વક બાંધીને પાણી કે, ઘાસચારો વગર રાખ્યા હતા. પોલીસે આ મામલે ગૌવંશો નંગ 55 તેમજ કન્ટેનર ઝડપીને કુલ 19,55,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બચાવેલા ગૌવંશોને પાંજરાપોળ ખાતે લઈ જવાયા હતા. આમ કતલખાતે જતા ગૌવંશોને બચાવી લેવામાં પંચમહાલ પોલીસને સફળતા મળી હતી. આ મામલે પોલીસે એક ઈસમની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story