પંચમહાલ: હાલોલ દુણિયા પ્રાથમિક શાળાનો 68મો સ્થાપના દિવસ ઉજવાયો,રંગારંગ કાર્યક્રમનુ આયોજન

અવિરત શિક્ષણનું ભાથું પીરસતી આ સરકારી પ્રાથમિક શાળાની આજે 68 વર્ષ પુરા થતા આજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શાળાનો સ્થાપના દિવસ ઉજવવમાં આવ્યો

New Update
પંચમહાલ: હાલોલ દુણિયા પ્રાથમિક શાળાનો 68મો સ્થાપના દિવસ ઉજવાયો,રંગારંગ કાર્યક્રમનુ આયોજન

પંચમહાલ હાલોલ દુણિયા પ્રાથમિક શાળાનો 68મો સ્થાપના દિવસ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. પંચમહાલના હાલોલ તાલુકા શિક્ષણ સમિતિ હસ્તકની દુણિયા પ્રાથમિક શાળાની સ્થાપના 1955માં કરવામાં આવી હતી ત્યારથી અવિરત શિક્ષણનું ભાથું પીરસતી આ સરકારી પ્રાથમિક શાળાની આજે 68 વર્ષ પુરા થતા આજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શાળાનો સ્થાપના દિવસ ઉજવવમાં આવ્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક સરપંચ, તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ, હોદ્દેદારો, પદાધિકારીઓ, શિક્ષણ સંઘોના હોદ્દેદારો,બીઆરસી કો ઓર્ડીનેટર તથા સીઆરસીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા.