પંચમહાલ: સસ્તા અનાજની દુકાનમાં યોગ્ય રીતે અનાજના જથ્થાનું વિતરણ ન કરવામાં આવતુ હોવાના આક્ષેપ

રીંછીયા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને યેનકેન પ્રકારના બહાના બતાવીને અનાજ આપવામાં નથી આવતું

New Update
પંચમહાલ: સસ્તા અનાજની દુકાનમાં યોગ્ય રીતે અનાજના જથ્થાનું વિતરણ ન કરવામાં આવતુ હોવાના આક્ષેપ

પંચમહાલના ઘોઘંબા નજીક આવેલા રીંછીયા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં યોગ્ય રીતે અનાજના જથ્થાનું વિતરણ ન કરવામાં આવતું હોવાના મામલે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. પંચમહાલના ઘોઘંબા નજીક આવેલા રીંછીયા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને યેનકેન પ્રકારના બહાના બતાવીને અનાજ આપવામાં નથી આવતું જેવી ફરિયાદો જવાબદાર અધિકારીઓને અવારનવાર કરી હોવા છતાં તે ફરિયાદોને ધ્યાને લઇ તેનું કોઈ નિરાકરણ ન લાવવામાં આવતા રીંછીયા ગામના લોકોએ સસ્તા અનાજની દુકાન ઉપર જનતા રેડ પાડી હતી.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


ગ્રામજનોની ફરીયાદ છે કે તેઓના હકનું અનાજ તેઓને આપવાને બદલે વહેલી સવારે ખાનગી વાહન દ્વારા વગે કરી કાળા બજારમાં વેચી દેવામાં આવે છે. અનાજ લેવા આવેલા ગ્રાહકોને અનાજ આપવાને બદલે અલગ અલગ રીતે બહાના કાઢી અને પરત મોકલી દેવામા આવે છે. જો કે ગ્રામજનો દ્વારા કરવામાં આવતી ફરીયાદો પાયા વિહોણી હોવાનું દુકાન સંચાલક જણાવી રહ્યા છે

Latest Stories