Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: ભારતગેસની એજન્સીની આડમાં એચ.પી ગેસનો કારોબાર,તંત્રએ રૂ.10 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

ભારતગેસની એજન્સીની આડમાં એચ.પી ગેસનો કારોબાર ચલાવવમાં આવતો હોવાનું બહાર આવ્યું

X

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહી

ભારતગેસની એજન્સીની આડમાં ચાલતો હતો વેપલો

એચ.પી ગેસનો કારોબાર ચાલતો હોવાનું બહાર આવ્યું

રૂ.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી

પંચમહાલના ઘોઘંબાના સીમાલિયા સ્થિત શ્રીરાજખુશી ભારતગેસ એજન્સીના ગોડાઉનમાં HP ગેસના સિલિન્ડર સહિત જિલ્લા પુરવઠા અધિકારીએ રૂ 10.21 લાખનો મુદ્દામાલ સિઝ કર્યો હતો પંચમહાલ ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામે આવેલ અને ઘોઘંબા તથા જાંબુઘોડા તાલુકામાં રાંધણ ગેસના બાટલાઓ પુરા પાડતી શ્રીરાજખુશી ગ્રામીણ ગેસ એજન્સીના સીમલિયા ખાતેના ગોડાઉન ઉપર જિલ્લા પુરવઠા અધિકારીએ છાપો મારી તપાસ હાથ ધરતા ભારતગેસની એજન્સીની આડમાં એચ.પી ગેસનો કારોબાર ચલાવવમાં આવતો હોવાનું બહાર આવ્યું હતું.

તપાસ દરમ્યાન ગોડાઉનમાં અનઆધિકૃત રીતે રાખવામાં આવેલ ઘરેલુ રાંધણ ગેસના 142 સિલિન્ડરનો જથ્થો મળી આવતા 10 લાખ 21 હજાર રૂપિયાનો મુદ્દમાલ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.એજન્સીના સંચાલકો દ્વારા ગંભીર પ્રકારની ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનું સામે આવતા કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.

Next Story