પંચમહાલ : પાવાગઢ ડુંગર ઉતરી રહેલો આઇસર ટેમ્પો 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયો...

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉતરી રહેલો આઇસર ટેમ્પો 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો.

New Update

મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેથી અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. પાવાગઢ ડુંગરના માચીથી તળેટીમાં નીચે ઉતરી રહેલો એક આઇસર ટેમ્પો અચાનક 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ દુર્ઘટના ટેમ્પો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટેમ્પો ચાલક મહેસાણાથી શ્રી મહાકાળી મંદિર ખાતે ઘીનો જથ્થો ઉતારવા માટે આવ્યો હતો, ત્યારે મંદિરમાં ઘી ખાલી કરીને પરત ફરતા આઇસર ટેમ્પોની વળાંક ઉપર બ્રેક ન લાગતા ટેમ્પો ખીણમાં પડ્યો હતો, ત્યારે ખીણમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા ડ્રાઇવરને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની માઁ સર્જીકલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

Latest Stories