/connect-gujarat/media/post_banners/28c580209b6e876665fba522fcb19debf075371f142c7aadde0089651a5e0977.jpg)
પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના સણસોલી ગામે પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. આકરી ગરમી વચ્ચે ગામની મહિલાઓ અને બાળકો પાણી ભરવા પગપળા હેન્ડપંપ સુધી જવા માટે મજબૂર બન્યા છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામની વસ્તી આશરે 5,000ની આસપાસ હોવા સાથે આ ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે. આ ગામના ખેડા ફળિયા, રબારી ફળિયા સહિતના અન્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે.જરૂરિયાત મુજબનું પીવાનુ પાણી ભરવા માટે મહિલાઓ સાથે ઉનાળુ વેકેશન હોવાથી બાળકો પણ હેન્ડ પંપ ખાતે જતા હોય છે. પાણીની સમસ્યાને લઈને ખાસ કરીને મહિલાઓ વધુ હેરાન પરેશાન અહીં જોવા મળવા સાથે અમુક હેડ પંપમાં થોડી વાર પાણી આવી બંધ થઈ જાય છે. મહિલાઓના જણાવ્યા અનુસાર પીવાના પાણીની સમસ્યા કેટલાક દિવસોથી હોવાથી પાણી ભરવા માટે હેન્ડ પંપ ખાતે જતા હોઈએ છીએ કોઈને રજૂઆત કરીએ છીએ સાંભળતું નથી અને જો પીવાના પાણી સમસ્યા હલ નહીં થાય તો જિલ્લા કલેકટર કચેરી સુધી રજૂઆત માટે જનાર છે. જોકે બોરની મોટરમાં ખામી સર્જાતા તેને પણ રીપેરીંગ માટે મોકલવામાં આવી હોય પણ હજુ તે રીપેરીંગ થઈને આવતા થોડા દિવસો લાગે એવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. વધતી જતી પીવાના પાણીની સમસ્યાને લઈને અહીં અનેક લોકો હેરાન પરેશાન હોય ત્યારે પશુઓને પાણી પીવડાવવા માટે મેસરી નદીમાં પશુપાલકો જતા હોય ત્યારે નદી પણ ધીમે ધીમે સુકાતી જતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.