Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ચોમાસાના પ્રારંભે જ વરસાદ પાછો ખેંચાતા જગતનો તાત ચિંતામાં મુકાયો

વરસાદ પાછો ખેંચાતા જગતનો તાત મુંજવણમાં મુકાયો, મોંઘાદાટ બિયારણ લાવી ખેતરમાં કર્યું હતું પાકનું વાવેતર.

X

હાલ ચોમાસાની ઋતુમાં ખેતી લાયક વરસાદ ન વરસે તો નુકશાનની ભીતી સાથે જગતના તાતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભે જ વરસાદ પાછો ખેંચાતા જગતનો તાત ખૂબ ચિંતામાં મુકાયો છે.

પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં વિવિધ વિસ્તારોમાં થોડો ઘણો છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ વરસાદ ન વરસતા જગતના તાત મુંજવણમાં મુકાયા છે. વ્યાજે રૂપિયા કે, ઉછીના પછીના રૂપિયા મેળવીને મોંઘુદાટ બિયારણ લાવી વાવેતર તો કર્યુ, પણ વરસાદ ખેંચાતા જગતના તાતને હાલ તો રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં મોટું નુકશાન પહોચ્યું હતું, ત્યારે આ વર્ષે પણ ચોમાસાની ઋતુના પ્રારંભે જ વરસાદ પાછો ખેંચાયો છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ વરસતા જ ખેડૂતોએ સારા પાકની આશાએ વાવણી કરી હતી. પરંતુ વરસાદે હાથ તાળી આપતા જગતના તાતની હાલત કફોડી બની ગઈ છે. રાજ્યમા એક જ રાઉન્ડ વરસાદ વરસ્યા બાદ કેટલાક દિવસોથી વરસાદ ન વરસતા જગતનો તાત હાલ ચિંતામાં મુકાયો છે. જોકે, હાલમાં એક સપ્તાહ દરમ્યાન ખેતી લાયક વરસાદ ન વરસે તો વાવણી કરેલ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો દેખાતા તેઓ ચિંતામાં મુકાયા છે.

Next Story