Connect Gujarat
ગુજરાત

પંચમહાલ:શ્રાવણના પ્રથમ સોમવારે ગોધરાથી મરડેશ્વર મહાદેવ મંદિર સુધી કાઢવામાં આવેલી કાવડયાત્રા બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠી

પંચમહાલ:શ્રાવણના પ્રથમ સોમવારે ગોધરાથી મરડેશ્વર મહાદેવ મંદિર સુધી કાઢવામાં આવેલી કાવડયાત્રા બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠી
X


પવિત્ર શ્રાવણ મહિનાની શરુઆત થઈ ગઈ છે. પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાવડયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.ગોધરા શહેરના લાલબાગ ટેકરી મંદિરથી શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડયાત્રા યોજાઈ હતી.જેમા મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયા હતા. અને મરડેશ્વર મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કરવામા આવ્યો હતો.શહેરા ખાતે નગરજનો દ્વારા કાવડયાત્રીઓનુ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. અને હર હર મહાદેવ અને જયશ્રી રામના નારા લગાવામા આવ્યા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ સમરસ હિન્દુ સમાજ પરિવાર દ્વારા સૌપ્રથમવાર કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ગોધરા શહેરના લાલબાગ મંદિરથી આ કાવડ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કાવડયાત્રીઓ જોડાયા હતા, ગંગા, નર્મદા અને મહીસાગર નદીના જળ સાથે બમ બમ ભોલેના નાદ સાથે કાવડયાત્રીઓ જોડાયા હતા, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં કાવડયાત્રા પ્રચલિત છે,

પંચમહાલ જિલ્લામાં સૌપ્રથમવાર કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 150 ઉપરાંત કાવડયાત્રી જોડાયા હતા, શહેરાના પાલિખંડા ગામે આવેલા પૌરાણિક શ્રી મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે જળ અર્પણ કરાયુ હતુ. ગોધરા નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા સમરસ હિન્દુ સમાજ પરિવાર દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવડ યાત્રા લાલબાગ મંદિર થી પગપાળા થઈ,લાલબાગ બસ સ્ટેન્ડ ,ભુરાવાવ લુણાવાડા હાઇવે માર્ગ થઈ શહેરાના પાલિખંડા ખાતે આવેલા પૌરાણિક શ્રી મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ડીજે ના સથવારે લઈ જવામાં આવી હતી. ખુબજ મોટા પ્રમાણમાં કાવડ યાત્રીઓ જોડાયા હતા, કાવડ યાત્રાને લઈ ગોધરા શહેરના રાજમાર્ગો ઉપર અનેરો મહિમા જોવા મળ્યો હતો. ઓમ નમઃ શિવાયની ધુન તેમજ બોલ બમ બોલ બમ બોલતા બોલતા જતા હતા.છેલ્લે શહેરાના પાલિખંડા ખાતે આવેલા પૌરાણિક શ્રી મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે કાવડનું જલ શિવજી ને ચઢાવ્યુ હતુ. શ્રી રામજી મંદિરના મંહત ઈન્દ્રજીત મહારાજે જણાવ્યુ હતુ. સનાતન હિન્દુ ધર્મમા જળાભિષેકનુ વિશેષ મહત્વ છે.જળાભિષેકનો મહિમા અનંત છે.તે માટે કાવડયાત્રા યોજાઈ છે. સમાજના સમરસતાની ભાવના આવે,પ્રેમનુ વાતાવરણ બને, સમાજમા ભક્તિભાવનું વાતાવરણ બને,આત્મબળ વધે તે માટે આયોજન કરવામા આવ્યુ હતુ.આ કાવડયાત્રામા મોટી સંખ્યામા ભાવિકો જોડ઼ાયા હતા.

Next Story