Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગના 700 યુનિટ બંધ થવાની કગાર પર, હજારો કામદાર બનશે બે'રોજગાર..!

પંચમહાલ જિલ્લાની હાલોલ GIDCમાં આવેલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગના 700 જેટલા યુનિટો બંધ થવાની કગાર પર આવી જતાં ઉધોગપતિઓ સહિત કામદારોના માથે રોજગારીનું સંકટ ઊભું થયું છે.

X

પંચમહાલ જિલ્લાની હાલોલ GIDCમાં આવેલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગના 700 જેટલા યુનિટો બંધ થવાની કગાર પર આવી જતાં ઉધોગપતિઓ સહિત કામદારોના માથે રોજગારીનું સંકટ ઊભું થયું છે.

ગુજરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે વારંવાર બદલાતા નિયમોના પગલે હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ અંદાઝે 700 જેટલા યુનિટો બંધ થાય તેવા એધાણોના પગલે હાહાકાર મચી જવા પામ્યો છે. અંદાઝે 75 હજારથી વધુ કામદારોને રોજગારી આપનારા સ્મોલ સ્કેલ યુનિટો બંધ થઈ જાય તો હજારો લોકો રોજગારી વગર બેકાર થઈ જશે. જેનો ભય ગરીબ કામદારોના પરિવારોમાં પ્રસરી જવા પામ્યો છે. તો સાથોસાથ આ પ્લાસ્ટિક યુનિટોના માલિકો પણ આર્થિક દેવાઓમાં ડૂબી જશેનો ડર ફેલાયો છે, ત્યારે આ યુનિટો બંધ થવાથી સરકારને પણ કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડે તેવું અહી કામ કરતાં કમદારોનું માનવું છે.

જોકે, ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ-2016ના કેરીબેગ્સમાં માઈક્રોનમાં વારંવાર થતાં વધારાના પગલે હાલોલ જીઆઇડીસીમાં દેશના સૌથી મોટા સ્મોલ સ્કેલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગના અંદાજે 700 જેટલા યુનિટો ઉપર મહાસંકટ ઘેરાયું છે. જો આ યુનિટો બંધ થાય તો રાષ્ટ્રીય સંપતિને અંદાજે 700 કરોડ રૂપિયાનું નુકશાન થાય તેવું માનવમાં આવે છે. આ સાથે જ 75 હજાર કર્મચારીઓ સહિત 50% મહિલાઓ રોજગારીઓ ગુમાવે તેવી પરિસ્થિતિ શરૂ થવા પામી છે. એટલું જ નહીં, આ સ્મોલ સ્કેલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરરિંગના 700 જેટલા યુનિટોમાંથી GST પેટે સરકારને અંદાજે 25 કરોડની આવક થાય છે. દર મહિને લાઈટ બિલ પેટે MGVCLને અંદાઝે 12 કરોડ રૂપિયાની આવક થતી હોય છે.

Next Story