Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: ખેતરમાં લીલા ગાંજાના છોડ સાથે પોલીસે એક આરોપીની કરી ધરપકડ

પંચહાલ શહેરા તાલુકાના બલુજીના મુવાડા ગામે ખેતરમાં લીલા ગાંજાના છોડ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

પંચહાલ શહેરા તાલુકાના બલુજીના મુવાડા ગામે ખેતરમાં લીલા ગાંજાના છોડ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બલુજીના મુવાડા ખોખરવા ફળિયા ખાતે પોતાના કબજાના ભોગવટાના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાનું વાવેતર કરી રહ્યાની ચોક્કસ બાતમી ગોધરા એસ.ઓ.જી શાખાના પી.આઇ આર.એન. પટેલને મળી હતી. જે અનુસાર એસઓજી શાખાની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા 66.53 કિલો જેટલા લીલા ગાંજાના છોડ સાથે છ લાખ ઉપરાંત મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભમાં ગોધરા એસઓજી શાખાના પીઆઇ આર.એન પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે શહેરા તાલુકાના બલુજીના મુવાડા ખોખરવા ફળિયામાં રહેતા ફુલા હુકાભાઈ નાયકા પોતાના ભોગવટાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. તેવી ચોક્કસ બાતમી મુજબ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ખેતરમાંથી વનસ્પતિજન્ય લીલા ગાજા છોડ નંગ 354 જેનું 66.53 કિલો જેટલું વજન, જેની કિંમત 6,65,300 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી ફુલા હુકાભાઈ નાયકાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Next Story