પંચમહાલ: ગોધરામાંથી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉતરાયણ પર્વની ઉજવણીમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.

New Update
પંચમહાલ: ગોધરામાંથી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉતરાયણ પર્વની ઉજવણીમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. પતંગ રસિયાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક પતંગ દોરીના વિક્રેતાઓ દ્વારા જિલ્લા મેજિસ્ટરના જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું કડક રીતે પાલન થાય તેના માટે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ દરેક પોલીસ મથકને સૂચન આપી છે. ત્યારે ગોધરા શહેરના મોદીની વાડી નં-2 તેમજ વેજલપુર તાલુકાના રીંછીયા ગામે તેમજ ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ નંગ 261 સહિત 50 હજાર 800ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories