Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : કાકણપુર નજીક રતનપુર ગામે રત્નેશ્વર મહાદેવ મંદિરની પાંડવોએ કરી હતી સ્થાપના,જુઓ શું છે મહત્વ

પંચમહાલના કાકણપુર નજીક આવેલા રતનપુર કાટડી ગામે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિર લોકો માટે અસ્થાનું કેન્દ્ર બન્યું છે.

X

પંચમહાલના કાકણપુર નજીક આવેલા રતનપુર કાટડી ગામે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિર લોકો માટે અસ્થાનું કેન્દ્ર બન્યું છે.

પંચમહાલ જિલ્લાના કાકણપુર નજીક રતનપુર કાટડી ગામેં આવેલું રત્નેશ્વર મહાદેવ મંદિર જુના પથ્થરની શીલાઓથી બનેલું છે જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે. આ મંદિર 10.000 ચોરસ ફૂટના ઘેરાવામાં બનેલું છે જેમાં આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવે છે અને આ મંદિરની લોકવાયકા પણ એવી છે કે જે આ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક માનતા રાખે તે પરિપૂર્ણ થાય છે. શ્રાવણ માસ તથા ગૌરીવ્રતમાં શ્રદ્ધાળુઓ રતનપુર ,કાટડી ,ટીંબા ગામ કબીરપુર ,નદીસર, પીપડીયા તેમજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. શ્રધ્ધાળુઓનુ માનવું છે કે વરસે વરસે શિવલિંગનું કદ વધતું જાય છે.હાલ મંદિર પુરાતત્વ વિભાગના હસ્તક રહેલું છે ગ્રામજનોની માગણી પણ છે કે પુરાતત્વ વિભાગ મંદિરની આસપાસ વિકાસના કાર્ય કરે તો આ સુંદર પર્યટક સ્થળ બની શકે એમ છે

Next Story